તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
ભાવનગર પંથકમાં ૧૭ વર્ષ અગાઉ હત્યા કરનાર આરોપીને સુરત PCB દ્વારા ઉત્તરપ્રદેશથી વિશેષ ઓપરેશનમાં રાતોરાત ઉપાડી લવાયો
અનુપમસિંહ ગેહલોતના ‘No વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ' અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૧૦ વર્ષથી વધુ સમય થયા ફરાર ૫૧ આરોપી PCB બ્રાન્ચે ઝડપી એક વિક્રમ સર્જ્યો છ PCB પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. સુવેરા સ્ટાફની કાબિલેદાદ કામગીરી પર સીપી આફ્રિન

રાજકોટ તા.૨૦: અનુપમસિંહ ગેહલોતના ‘‘નો વોન્ટેડ ઇન ક્રાઈમ''અંતર્ગત સુરત PCB બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. અત્રે એ યાદ રહે કે પોલીસ કમિશનરના ઉકત અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં પી.આઈ. આર. એસ. સુવેરા ટીમ દ્વારા ૧૦ વર્ષથી વધુ સમય થયા વોન્ટેડ ૫૧ આ પ્રકારના આરોપી ઝડપાયા છે. આ શ્રેણીમાં છેલ્લા ૧૭ વર્ષથી વોન્ટેડ સૌરાષ્ટ્રના ભાવનગર પંથકના નાગેન્દ્ર ઉર્ફે મીનુને એસ.આઈ. એસ. આર. પટેલ તથા ટીમે ઉત્તરપ્રદેશના પ્રતાપગઢથી ઝડપી લીધો.
પકડાયેલ આરોપીની પૂછપરછમાં જણાવેલ કે સને ૨૦૦૯માં તેણે તથા તેના મિત્રો મહમંદ ઈર્શાદ તથા પ્રદિપ ઉર્ફે સોનુ નાઓએ ભેગા મળી ભાવનગર, વેળાવદર વિસ્તારમાં ધરતી હોટલ પાસે હાઈવે ઉપર એક ટ્રક લૂંટવા માટે ગયેલ. જ્યાં ડ્રાઈવરે બચવાનો પ્રયત્ન કરતા તેના માથાના ભાગે સ્ટીલના પાના તથા લોખંડની ટોમી મારતા તેનું મરણ થયેલ અને રૂ. ૧,૨૦,૦૦૦ની લૂંટ કરી નાશી ગયેલ. ત્યારબાદ મહમંદ ઈર્શાદ તથા પ્રદિપ ઉર્ફે સોનુ પોલીસમાં પકડાઈ ગયેલ અને સદર ગુનામાં તેને વોન્ટેડ બતાવેલ.
ભાવનગર વેળાવદર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૪૧/૨૦૦૯ ઈ.પી.કો. કલમ ૩૦૨, ૩૯૭ મુજબ ગુનામાં આરોપી નાસતો-ફરતો હતો. આરોપી ચાલાક અને સાતીર દિમાગનો હોય પોલીસને આસાનીથી પોલીસ પકડમાં આવે તેમ ન હોય, જેથી આરોપીને પકડવા માટે પોલીસ અધિક્ષક શ્રી, ભાવનગર દ્વારા રૂ. ૧૦,૦૦૦નું ઈનામ પણ જાહેર કરેલ હોવાનું જણાવેલ.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
