તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 13th June 2026
અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી MD ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો
યુવક પોતે નશાનો આદિ હોવાથી પોતાની લત પૂરી કરવા અને નશો કરવા માટે જ ડ્રગ્સના કાળા કારોબારમાં ઝંપલાવ્યું

અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને એમડી (MD) ડ્રગ્સના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 12000ની કિંમતનું 4.20 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે, આ યુવક પોતે નશાનો આદિ હોવાથી પોતાની લત પૂરી કરવા અને નશો કરવા માટે જ ડ્રગ્સના કાળા કારોબારમાં ઝંપલાવ્યું હતું. તે કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેથી એક અજાણ્યા શખ્સ પાસેથી આ ડ્રગ્સ લાવતો હતો. હાલ રખિયાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને ડ્રગ્સ સપ્લાય કરનાર ફરાર મુખ્ય શખ્સની શોધખોળ શરૂ કરી છે
(1:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
