તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
બનાસકાંઠાના દાંતા તાલુકામાં ચૂંટણીની અદાવતમાં દૂધ લેવાનો ઈનકાર કર્યાનો આરોપ : પશુપાલકો દૂધ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા
ગ્રામજનોનો આક્ષેપ છે કે મંડળીના સભ્ય અને સરપંચે ચૂંટણીમાં મત ન આપવાના કારણે બદલો લેવા માટે દૂધ સ્વીકાર્યું નથી.

બનાસકાંઠાના દાંતા તાલુકામાં ચૂંટણીને લઈ વિવાદ ઉગ્ર બન્યો છે, જ્યાં પાતળીયા દૂધ મંડળી પર પશુપાલકોનું દૂધ લેવા ઇનકાર કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે મંડળીના સભ્ય અને સરપંચે ચૂંટણીમાં મત ન આપવાના કારણે બદલો લેવા માટે દૂધ સ્વીકાર્યું નથી. આશ્ચર્યજનક રીતે, ગામલોકોનો દાવો છે કે તેઓએ 60 ટકાથી વધુ મત ભાજપને આપ્યા હોવા છતાં પણ તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો. આ ઘટનાથી રોષે ભરાયેલા પશુપાલકો દૂધ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
