તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
સુરત અડાજણમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરનાર ઘરફોડ ચોરીનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના ‘નો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ' અંતર્ગતઃ ડીસીપી લખધીરસિંહ ઝાલાના નેતૃત્વમાં PI એન.એ.ચાવડા અને PSI એન.ડી.પટેલ ટીમને ફરી મોટી સફળતા રીઢા આરોપી દેવરાજ પાટીલ પાસેથી રૂ.૪૮.૮૫ લાખનો મુદ્દામાલ રીકવર, ૭ ગુનાનો ઇતિહાસ

રાજકોટ તા.૨૧: પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના ‘‘નો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ'' અંતર્ગત ડીસીપી લખધીરસિંહ ઝાલાના નેતળત્વના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.ચાવડા અને સબ ઇન્સ્પેક્ટર એન.ડી.પટેલ ટીમને ફરી મોટી સફળતા મળી છે. અધિક પોલીસ કમિ‘ર મહેન્દ્ર બગડીયા સેક્ટર-૨ તથા મદદનીશ પોલીસ કમિશનર મિલન મોદી ‘કે' ડીવીઝનના માર્ગદર્શન હેઠળ અડાજણ પોલીસે ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડયો છે.
તા.૧૮/૦૫/૨૦૨૬ ના રોજ અડાજણ પરશુરામ ગાર્ડન પાસે આવેલ સેતુ વિલા ઘર નં.ડી/૩,૪ માંથી એક વાગ્યાથી ત્રણ વાગ્યાના અરસામાં ફરીયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બેડરૂમના કબાટમાંથી રૂ.૪૮,૦૦,૦૦૦/- ની ચોરી થઈ હતી. અડાજણ પોલીસે ૧૦૦ થી વધુ સી.સી.ટી.વી કેમેરા તપાસી ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે આરોપી દેવરાજ ઉર્ફે કાલુ અભિમન્યુ પાટીલ, ઉ.વ.૬૯, રહે.-કૈલાશનગર સોસાયટી, નાનપુરા, સુરત શહેર નાઓને સુરત સહારા દરવાજા પાસે આવેલ ગરનાળા પાસેથી પકડી પાડ્યો હતો.
આરોપીની અંગ-ઝડતી કરતા બ્લેક કલરના બેગમાંથી રોકડ રૂ.૪,૦૦,૦૦૦/- મળી આવ્યા હતા. વધુ પૂછપરછમાં આરોપીએ રાંદેર તાડવાડી પાસે આવેલ ખંડેર મજદા ટાવરના ટેરેસના ભાગે છુપાવેલ રોકડ રૂ.૪૪,૦૦,૦૦૦/- ની કબૂલાત કરતા તે રીકવર કરાયા હતા. આ ઉપરાંત ગુનામાં વપરાયેલ જીજે-૦૫-યુએ-૧૫૭૧ નંબરની બ્લ્યુ કલરની એક્સેસ મોપેડ કિં.રૂ.૫૫,૦૦૦/-, સેમસંગ GALAXY A56 મોબાઇલ કિં.રૂ.૨૦,૦૦૦/- તથા REDMI A7 મોબાઇલ કિં.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૪૮,૮૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પકડાયેલ આરોપી રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અડાજણ, રાંદેર, લિંબાયત અને ડીંડોલી પોલીસ સ્ટેશનમાં અગાઉ ચોરીના ૦૭ ગુના નોંધાયેલા છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એન.એ.ચાવડા, પો.સ.ઇ. એન.ડી.પટેલ, ASI રમેશભાઈ મંગાભાઇ, H.C. ભીખનભાઇ રાણાભાઇ, H.C. દિલીપભાઇ બળવંતભાઇ, H.C. ઉત્તમભાઇ શંકરભાઇ, H.C.ઇલમાન અલીફરાજ, P.C. વિપાલસિંહ વિક્રમસિંહ, P.C. પુષ્પરાજસિંહ તેજપાલસિંહ, P.C. શિવરાજભાઇ ચાપરાજભાઇ, P.C. હિતેશકુમાર હિરાભાઇ, P.C.. અશોકકુમાર ઇશ્વરલાલ, P.C. જયદિપસિંહ કુંવરસિંહ સહિતના સ્ટાફે કરી હતી
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
