<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

વડોદરાના સાવલી ખાતે ડમ્પિંગ સાઇટ પર આગ બુઝાવવાની કામગીરી દરમિયાન અકસ્માત સર્જાતા સ્થળ પર ભારે દોડધામ

નગરપાલિકા પ્રમુખના પતિ પ્રણવ શાહ કચરાના ઢગલા પર ચડીને પાઇપ વડે પાણીનો મારો ચલાવતા હતા અચાનક સંતુલન ગુમાવતા તેઓ નીચે પટકાયા:પ્રણવ શાહને ઘૂંટણના ભાગે ગંભીર ઈજા થતા વડોદરા હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલી ડમ્પિંગ સાઇટ પર આગ બુઝાવવાની કામગીરી દરમિયાન એક અકસ્માત સર્જાતા સ્થળ પર ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની વિગતો મુજબ,સાવલીની ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઊડ્યા હતા, જેની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

 આ દરમિયાન,આગ અને ધુમાડાને કાબૂમાં લેવા માટે નગરપાલિકા પ્રમુખના પતિ પ્રણવ શાહ કચરાના ઢગલા પર ચડીને પાઇપ વડે પાણીનો મારો ચલાવી રહ્યા હતા,ત્યારે અચાનક સંતુલન ગુમાવતા તેઓ નીચે પટકાયા હતા.આ અકસ્માતમાં પ્રણવ શાહને ઘૂંટણના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા.

(8:30 PM IST)