તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
વડોદરાના સાવલી નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: દંપતીનું કરૂણમોત :બે લોકોને ઈજા
સાવરકુંડલા જતો પરિવાર રસ્તો ભૂલી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ચઢી ગયો:ગોધરા પહોંચ્યા બાદ રસ્તો ભૂલ્યાની જાણ થતાં પરિવાર રોંગ સાઈડ પર કાર ચલાવી અમદાવાદ પરત ફરી રહ્યો હતો. દરમિયાન સામેથી આવતી ઇનોવા કાર સાથે જોરદાર ટક્કર થઈ

વડોદરાના સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં પાલડી ગામની સીમમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે કાર સામસામે અથડાતા બે લોકોના કરુણ મોત થયા છે, જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે.
પ્રાથમિક માહિતી મુજબ, સાવરકુંડલા જતો પરિવાર રસ્તો ભૂલી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ચઢી ગયો હતો. ગોધરા પહોંચ્યા બાદ રસ્તો ભૂલ્યાની જાણ થતાં પરિવાર રોંગ સાઈડ પર કાર ચલાવી અમદાવાદ તરફ પરત ફરી રહ્યો હતો. દરમિયાન સામેથી આવતી ઇનોવા કાર સાથે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં ઘોઘા ગામ સાવરકુંડલાના મગનભાઈ વાવીયા અને ભાનુબેન વાવીયા દંપતીનું ઘટનાસ્થળે મોત થયું હતું. મંજુસર પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
