<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

હિંમતનગર પાસે ઇકો અને બસ વચ્‍ચે અકસ્‍માત, ૬ ના મોત

સાબરકાંઠામાં હાઈવે બન્‍યો રક્‍તરંજિત

અમદાવાદ, તા.૨૯: સાબરકાંઠાના હિંમતનગર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર જવાનગઢ પાટિયા પાસે આજે વહેલી સવારે એક બેફામ ગતિએ આવી રહેલી ઇકો ગાડી આગળ જઈ રહેલી ખાનગી બસના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્‍માત એટલો ભયંકર હતો કે ઇકો ગાડીનો આગળનો અડધો ભાગ બસની નીચે ઘૂસી ગયો હતો, જેના કારણે ગાડીમાં સવાર મુસાફરોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી.

આ ભીષણ અકસ્‍માતમાં ઇકો ગાડીમાં સવાર કુલ ૬ લોકોના કરૂણ મોત નીપજ્‍યા છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે તમામ ૬ વ્‍યક્‍તિઓના ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ ઉપરાંત, અન્‍ય ૩ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અકસ્‍માતને પગલે હાઈવે પર મસમોટો ટ્રાફિક જામ સર્જાયો હતો અને આસપાસના લોકો મદદે દોડી આવ્‍યા હતા

(3:35 PM IST)