તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
નવસારીમાં નર્સિંગ કોલેજમાં પીવાના પાણીમાં જીવાતો,વીજ ધાંધિયા અને એજન્ટોના ત્રાસ સામે ABVPએ મોરચો માંડ્યો
ABVPના કાર્યકર્તાઓએ 'સુવિધા ન આપી શકતા હોવ તો ગમે તેટલા પૈસા લો' તેમ કહી ટ્રસ્ટીની કેબિનમાં રોકડા રૂપિયા હવામાં ઉછાળ્યા:સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ બોલાવવી પડી

નવસારીની 'પ્રાઈમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ' કોલેજમાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ભવિષ્યના નર્સિંગ પ્રોફેશનલ્સ તૈયાર કરતી આ કોલેજમાં વિદ્યાર્થીઓ નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે.
હોસ્ટેલના પીવાના પાણીમાં જીવાતો, વીજળી-પાણીની અછત અને એડમિશનના નામે હજારો રૂપિયા પડાવતા એજન્ટોના ત્રાસ સામે હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVPએ મોરચો માંડ્યો છે. આંદોલન એટલું આક્રમક હતું કે ABVPના કાર્યકર્તાઓએ 'સુવિધા ન આપી શકતા હોવ તો ગમે તેટલા પૈસા લો' તેમ કહી ટ્રસ્ટીની કેબિનમાં રોકડા રૂપિયા હવામાં ઉછાળ્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ બોલાવવી પડી હતી અને કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે.
નવસારીની પ્રાઈમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ લાંબા સમયથી કોલેજની અવ્યવસ્થાથી ત્રાહિમામ પોકારી ગયા છે. હોસ્ટેલમાં ૩-૩ દિવસ સુધી લાઈટ અને પાણી ગુલ રહે છે, અને જે પીવાનું પાણી આપવામાં આવે છે તેમાં જીવાતો જોવા મળી રહી છે. આટલું ઓછું હોય તેમ, નર્સિંગ જેવા પ્રેક્ટિકલ વિષયમાં વિદ્યાર્થીઓને લેબમાં લઈ જવામાં આવતા નથી કારણ કે લેબમાં જરૂરી ઉપકરણો જ નથી! જ્યારે વિદ્યાર્થીઓ આ અન્યાય સામે અવાજ ઉઠાવે છે, ત્યારે પ્રોફેસરો દ્વારા તેમને ઇન્ટર્નલ પરીક્ષામાં ફેલ કરી દેવાની ગર્ભિત ધમકીઓ આપવામાં આવે છે.
બીજી તરફ, એડમિશનના નામે પણ અહીં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. કોલેજના ખાનગી એજન્ટોએ વિદ્યાર્થીઓ પાસેથી ૧૦ થી ૧5 હજાર રૂપિયા પડાવીને ખોટી રસીદો પધરાવી દીધી છે. આ તમામ ગંભીર મુદ્દાઓ સામે રાખીને ABVP દ્વારા કોલેજ સત્તાધીશોને ૮ મુખ્ય માંગણીઓ સાથે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો માંગો પૂરી નહીં થાય તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ સુધી રજૂઆત કરવાની ચીમકી અપાઈ છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
