News of Saturday, 5th September 2026
સુરત શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે 8 હજાર જેટલી દહીં હાંડીનું આયોજન આયોજન : આશરે 35 હજાર ગોવિંદા મંડળના સભ્યો ઉત્સવમાં જોડાયા
ભાગલ ચાર રસ્તા ખાતે ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય કાર્યક્રમ:પાંચ દહીં હાંડી બંધાઈ જેમાંથી બે મહિલા મંડળના સભ્યો ફોડશે:35થી 40 ફૂટ ઊંચી દહીં હાંડી અન્ય ગોવિંદા મંડળો ફોડશે: ડિંડોલીમાં રૂ. 1.51 લાખ અને મોરા ભાગલમાં રૂ. 1.25 લાખની ઇનામી દહીં હાંડી

સુરતમાં આજે સમગ્ર શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે 8 હજાર જેટલી દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે 35 હજાર ગોવિંદા મંડળના સભ્યો ઉત્સવમાં જોડાયા છે. ભાગલ ચાર રસ્તા ખાતે ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. અહીં પાંચ દહીં હાંડી બાંધવામાં આવી છે, જેમાંથી બે મહિલા મંડળના સભ્યો ફોડશે, જ્યારે 35થી 40 ફૂટ ઊંચી દહીં હાંડી અન્ય ગોવિંદા મંડળો ફોડશે. આ હાંડી માટે રૂ. 61 હજારનું ઇનામ રાખવામાં આવ્યું છે. ડિંડોલીમાં રૂ. 1.51 લાખ અને મોરા ભાગલમાં રૂ. 1.25 લાખની ઇનામી દહીં હાંડીનું આયોજન કરાયું છે. ઉત્સવ જોવા હજારો લોકો ઉમટ્યા છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
