તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
સુરતના ઉધના વિસ્તારમાં ભીમનગર બ્રિજ નીચે ત્યજી દેવાયેલ નવજાત મળી આવતા ચકચાર
પોલીસ તપાસ દરમિયાન નવજાતને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી

સુરત : શહેરમાં અરેરાટી મચાવતી ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાં ભીમનગર બ્રિજ નીચે અંદાજે એક મહિનાનું ત્યજી દેવાયેલ નવજાત મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસ દરમિયાન નવજાતને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને નવજાતને ત્યાં કોણ મૂકીને ગયું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
