તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 17th September 2026
‘આશીર્વાદનો દીવડો‘: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને રાજ્યમાં કુલ ૨૭,૨૩૭ સ્થાનોએ સામૂહિક દીપ પ્રજ્વલન કાર્યક્રમ યોજાયા
લાખો દીવડાઓ પ્રગટાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ અને નિરોગી જીવન માટે ગુજરાતવાસીઓની પ્રાર્થના:રાજ્યમાં ૨૦થી વધુ આઇકોનિક સ્થળોએ ૫ લાખથી વધુ દીપ પ્રજ્વલિત કરી વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય માટે સામૂહિક પ્રાર્થના કરાઇ:અમદાવાદના કાંકરિયા લેક ખાતે ૧.૨૫ લાખ દીવડાઓના ભવ્ય દીપમાળા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ સ્થિત સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય અને નિરોગી જીવન માટે અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ પ્રાર્થના કરી હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ૧૭ સપ્ટેમ્બરે ૧૨.૦૦(AM) વાગ્યે નરેન્દ્રભાઇ મોદીના આરોગ્યપ્રદ દીર્ઘાયુ માટે વિશ્વ ઉમિયાધામ, અમદાવાદ ખાતે ૭૬૦૦૦ દીવડાની મહાઆરતી યોજાઇ હતી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના પવિત્ર મંદિરે યોજાયેલા ૭૬૦૦૦ દીવડાઓ સાથેના દીપોત્સવ કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કર્ણાવતી યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ભરૂચ ખાતે યોજાયેલા સામૂહિક દીપ પ્રજ્વલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, ગાંધીનગર ખાતે દીપોત્સવ: નાગરિકોએ પરિવાર સાથે પધારી દીપ પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાંબા આયુષ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી રાજ્યભરમાં વિવિધ ધાર્મિક સ્થળો અને જાહેર સ્થાનોએ ભાજપા આગેવાનો, કાર્યકરો અને હજારો નાગરિકો સામૂહિક દીપમાળા કાર્યક્રમમાં જોડાયા હતા
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તથા તેમને જાહેરસેવાના અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવા પર આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં કુલ ૨૭,૨૩૭ સ્થાનોએ સામૂહિક દીપ પ્રજ્વલન કાર્યક્રમ યોજાયા હતાં. લાખો દીવડાઓ પ્રગટાવી નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુ અને નિરોગી જીવન માટે ગુજરાતવાસીઓએ પ્રાર્થના કરી હતી. વિવિધ ધાર્મિક સ્થળો અને જાહેર સ્થાનોએ ભાજપા આગેવાનો, કાર્યકરો અને હજારો નાગરિકો સામૂહિક દીપમાળા કાર્યક્રમમાં જોડાયા હતાં. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ અને સૌ નાગરિકોએ પોતાના નિવાસસ્થાને દીવો પ્રગટાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
સમગ્ર રાજ્યમાં ૨૦ થી વધુ આઇકોનિક સ્થળોએ આયોજિત વિશેષ કાર્યક્રમમાં ૫ લાખથી વધુ દીપ પ્રજ્વલિત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને તેઓ સતત રાષ્ટ્રસેવામાં કાર્યરત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના કાંકરિયા લેક ખાતે ૧.૨૫ લાખ દીવડાઓની ભવ્ય દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પૂર્વે અમિતભાઈ શાહ તથા ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સ્થિત સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે દર્શન કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય અને નિરોગી જીવન માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ૧૭ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને ૧૨.૦૦(AM) વાગ્યે વિશ્વ ઉમિયાધામ, અમદાવાદ ખાતે ૭૬૦૦૦ દીવડાની મહાઆરતી યોજાઇ હતી અને
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના પવિત્ર મદિરે યોજાયેલા દીપોત્સવ કાર્યક્રમમાં જોડાયા હતા જ્યાં ૭૬૦૦૦ દીપ પ્રજ્વલિત કરી નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કર્ણાવતી યુનિવર્સિટી, ઉવારસદ, ગાંધીનગર ખાતે તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ભરૂચમાં કેબલ બ્રિજ પાસે આવેલા ગાયત્રી મંદિર ખાતે યોજાયેલા સામૂહિક દીપ પ્રજ્વલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ અમદાવાદના કાંકરિયા લેક ખાતે, ડૉ. પ્રશાંતભાઈ કોરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે, અનિરૂદ્ધભાઈ દવે માંડવી ખાતેના ક્રાંતિ તીર્થ ખાતે તથા હિતેન્દ્રસિંહ ચૌહાણ ગાંધીનગર સ્થિત દાંડી કુટીર ખાતે આયોજિત ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, ગાંધીનગર ખાતે દીપોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોએ પરિવાર સાથે પ્રદેશ કાર્યાલય પધારી દીપ પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાંબા આયુષ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
આ ઉપરાંત અમદાવાદના અટલ બ્રિજ, વડનગરનું મ્યુઝિયમ, ભુજનું સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ અને શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ-માંડવી, ગાંધીનગરના દાંડી કૂટિર, PDEU મેટ્રો સ્ટેશન, રાજકોટ સ્થિત AIIMS તથા હીરાસર એરપોર્ટ, દ્વારકાના ગોમતી ઘાટ, સોમનાથ મંદિર, જામનગરના રણમલ લેક, વડોદરાના સુરસાગર લેક, આણંદના સૂર્યમંદિર-બોરસદ, ભારત માતા મંદિર, દાહોદ, છાપી લેક, મહીસાગરના માનગઢ શહીદ સ્મારક, ભરૂચના કેબલ બ્રિજ પાસેનું ગાયત્રી મંદિર, રાજપીપળાની ભગવાન બિરસામુંડા યુનિવર્સિટી સહિતના સ્થળોએ વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ તથા ભાજપા આગેવાનો પણ રાજ્યના વિવિધ સ્થળોએ આયોજિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નાગરિકો, ભાજપા કાર્યકર્તાઓ, આગેવાનો અને વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતા. અનેક સ્થળોએ દીપમાળાથી સમગ્ર પરિસર ઝળહળી ઉઠ્યું હતું અને સામૂહિક રીતે દીપ પ્રજ્વલિત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય તથા તેઓને સતત રાષ્ટ્રસેવા કરવાની શક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
