<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

વડાપ્રધાન મોદીના જન્મદિવસે સુરતમાં ' આશીર્વાદનો દીવો' કાર્યકમ : નાનપુરા નાવડી ઓવારા ખાતે 10 હજાર દીવડાઓ પ્રજ્વલિત કરાશે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે: એસ.એમ.સી. (SMC) ના 57 સુમન આવાસમાં 30 હજાર દીવા, શહેરના 30 વોર્ડના 30 મંદિરોમાં 60 હજાર દીવડાઓ તથા 3 હજાર બૂથ પર 100 દીવા લેખે 3 લાખથી વધુ દીવાઓ પ્રગટાવાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને 'સેવા સંકલ્પ' તરીકે ઉજવતા સુરત શહેરમાં ભાજપના 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ભવ્ય 'આશીર્વાદનો દીવો' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે શહેરમાં લાખો દીવડાઓ પ્રગટાવીને અદ્ભુત દીપોત્સવ ઉજવાશે, જે અંતર્ગત સાંજે 6:30 કલાકે નાનપુરા નાવડી ઓવારા ખાતે 10 હજાર દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવશે અને આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત એસ.એમ.સી. (SMC) ના 57 સુમન આવાસમાં 30 હજાર દીવા, શહેરના 30 વોર્ડના 30 મંદિરોમાં 60 હજાર દીવડાઓ તથા 3 હજાર બૂથ પર 100 દીવા લેખે 3 લાખથી વધુ દીવાઓ પ્રગટાવાશે. વિવિધ મંદિરો, તળાવો, નદી કિનારા, ધાર્મિક સ્થળો અને ગણેશ મંડળોના સહયોગથી સમગ્ર શહેરમાં કુલ 10 લાખથી વધુ દીવડાઓ પ્રગટાવવાનું ભવ્ય આયોજન કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઉજવણીના ભાગરૂપે તા. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત યોજાતી રહેશે.

(1:17 PM IST)