<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

કોળી સમાજમાંથી મુખ્યપ્રધાન બનાવવાના પબુભા માણેકના નિવેદન પર AAP નેતા ગોપાલ ઈટાલિયાએ કટાક્ષ કર્યો

તેમણે પબુભાને ભાજપના ધારાસભ્યો સાથે દિલ્હી જઈ અમિતભાઈ શાહ સમક્ષ કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની રજૂઆત કરવાનો પડકાર ફેંક્યો

કોળી સમાજમાંથી મુખ્યપ્રધાન બનાવવાના ધારાસભ્ય પબુભા માણેકના નિવેદન પર AAP નેતા ગોપાલ ઈટાલિયાએ કટાક્ષ કર્યો છે. ગોપાલ ઈટાલિયાએ સવાલ કર્યો કે મુખ્યપ્રધાન કોણ બનશે તેનો નિર્ણય પબુભા કરશે કે અમિતભાઈ  શાહ? તેમણે પબુભાને ભાજપના ધારાસભ્યો સાથે દિલ્હી જઈ અમિતભાઈ  શાહ સમક્ષ કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની રજૂઆત કરવાનો પડકાર ફેંક્યો છે. 

 

  ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આવો કાર્યક્રમ રાખે તો અમે પણ સાથે જઈશું. જોકે, પબુભામાં આટલી હિંમત છે ખરી? તેવો સવાલ પણ કર્યો. તેમણે ટકોર કરી કે ભાષણો કરીને ભાગી જવાને બદલે અમિતભાઈ  શાહને કહે તો ખરાં, કારણ કે મુખ્યમંત્રી કોણ બનશે તે અમિતભાઈ  શાહે જ નક્કી કરવાનું છે.

(9:52 PM IST)