તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
આમ આદમી પાર્ટી ખોટી વાતોનો પ્રચાર કરી મતદારોને ગેરમાર્ગે દોરે છે: મનસુખભાઈ વસાવા
પાર્ટી કાર્યાલયમાં આવો કોઈ.ઝગડો થયો નથી કે મારમારી થઈ નથી મને બદનામ કરવાનું કાવતરું છે: સાંસદ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:તાજેતરમાં ડેડીયાપાડા ખાતે એક ચૂંટણીના જાહેર પ્રચારમાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે ભાજપ પ્રમુખ નિલ રાવ એ સાંસદ મનસુખભાઈ વસાવાને લાફો લાફો માર્યો અને નિલ રાવ અને સાંસદ વચ્ચે ઝઘડો થયો છે. આટલા સિનિયર સાંસદ હોવા છતાં એક યુવાને લાફો માર્યો કેવી શરમજનક બાબત કહેવાય એમ કહી સાંસદ વિરુદ્ધ બોલતા સંસદ મનસુખભાઈ વસાવાએ સામે પ્રત્યુતર આપી આમ આદમી પાર્ટીની નિમ્ન કક્ષાની રાજનીતિ હોવાની વાત કરી હતી.
આ બાબતે સાંસદ મનસુખભાઈ વસાવાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ચૂંટણી જીતવા માટે નિલ રાવ ને મેં થોડા ઉંચા અવાઝ એ કહ્યું હતું. જે રૂટિંગ હતું. મને ઊંચા અવાજમાં બોલવાની ટેવ છે.અને જે ભાજપનો પારિવારિક મામલો છે. પણ વર્ષા વસાવા જે વાત કરી રહ્યા છે તે વાત બિલકુલ ખોટી છે એવી કોઈ ઘટના બની જ નથી તેમની પાસે પૂરવા હોય તો રજૂ કરે .
વર્ષા વસાવા મારી દીકરી સમાન છે જે મારી વિરુદ્ધ આવું ના બોલે પરંતુ તેને સુરત આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયામાં કામ કરતા વ્યક્તિએ ગેરમાર્ગે દોરી છે. આ લાફો માર્યો તે વાત જબરજસ્તી બોલાવવામાં આવી છે.આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચૈતર વસાવાને મારા વિરુદ્ધ ચડાવવામાં આવે છે.
સાંસદ મનસુખભાઈ વસાવા એ આમ આદમી પાર્ટી વિરુદ્ધ વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી મારી અને ચૈતર વસાવા વચ્ચે ફાટ પડાવવા માટે ખોટી રીતે તેમને ચડાવી રહ્યા છે. ચૈતર વસાવાએ મને કહ્યું હતું કે મને તમારી વિરુદ્ધ બોલવાની ઈચ્છા નોહતી પણ પાર્ટી કહે છે એટલે બોલવું પડે છે. એવી પણ સાંસદે સ્પષ્ટતા કરી હતી. જોકે હાલ ભાજપના નેતાઓ વચ્ચે ના ઝગડાની વાતો જાહેરમાં કરી આમ આદમી પાર્ટી પોતાના રાજકીય રોટલા શેકતી હોવાના ભાજપે સામે આક્ષેપો કર્યા છે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
