તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
પ્રજાની લડત લડવા "આમ આદમી પાર્ટી"એ 6000 લડવૈયાઓ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા : "આમ આદમી પાર્ટી"એ “હવે બહુ થયું બદલીને રહીશું” પ્રચાર અભિયાન કર્યુ લોન્ચ : "આપ"ના ઉમેદવારોના નોમિનેશન રદ્દ થાય એવા ષડયંત્રની આશંકા: ઈસુદાન ગઢવી
"આમ આદમી પાર્ટી"એ પ્રજા વચ્ચેથી શોધીને 6000 ઉમેદવારો ઊભા કર્યા : "આપ" માત્ર વ્યવસ્થાનો ભાગ, ચૂંટણી જનતા પોતે લડી રહી છે : અમે પ્રજાના પ્રશ્નોને લઈને નીકળ્યા છીએ, ડરીશું કે ઝૂકીશું નહીં: ચૂંટણીના દિવસે જાતિ-જ્ઞાતિ, ધર્મ ભૂલીને પ્રજાની પાર્ટીનું ઝાડુંનું બટન દબાવવા જનતાને અપીલ : જનતા જ્યારે સાથે ઉભી હોય ત્યારે કોઈ ષડયંત્ર કામ આવશે નહીં : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ

રાજકોટ તા.૧૨
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આ વખતે પહેલી વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી મજબૂતાઈથી લડી રહી છે અને લગભગ 6 હજારથી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જે ગુજરાતની જનતા માટે લડવા નિકળ્યા છે. આ લડવૈયાઓને તેમની જીત માટે તેમણે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ
વધુમાં જણાવ્યું કે આજે આમ આદમી પાર્ટી દ્વારા મેગા પ્રચાર કેમ્પેન પણ લોન્ચ કરવામાં આવી રહ્યું છે અને હવે “બહુ થયું, બદલીને રહીશુ”ના સંકલ્પ સાથે આગળ વધવામાં આવશે. આમ આદમી પાર્ટીએ સામાન્ય જનતામાંથી ઉમેદવારો ઉભા કર્યા છે અને મોટી સંખ્યામાં લોકો આ લડાઈમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ
આક્ષેપ કર્યો કે અત્યાર સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ અને ઉમેદવારો જ્યારે ફોર્મ ભરવા જાય છે ત્યારે ખોટી એફઆઈઆર કરીને તેમને જેલમાં નાખવામાં આવે છે અને અનેક ષડયંત્રો રચાઈ રહ્યા છે. હવે ઉમેદવારોના નામાંકન રદ કરવા માટે પણ પ્રયાસો થઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ
ગુજરાતની જનતાને અપીલ કરી કે આ લડાઈ જનતાની લડાઈ છે અને આમ આદમી પાર્ટી માત્ર એક માધ્યમ છે. ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાં પાર્ટી ડરવાની કે ઝુકવાની નથી. તેમણે જનતાને મતદાનના દિવસે જાતિ-ધર્મ ભૂલીને “ઝાડૂ”ના નિશાન પર મતદાન કરવાની વિનંતી કરી અને કહ્યું કે જ્યારે જનતા એકજુટ થાય છે ત્યારે કોઈપણ ષડયંત્ર સફળ થતું નથી.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
