તા. ૨૮ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 16th August 2026
અમદાવાદના રાણીપ પોલીસ ચોકી નજીક અંગત અદાવતમાં યુવકની ઘાતકી હત્યા
8થી 10 શખ્સોએ યુવક પર તલવાર અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કર્યો: હુમલાખોરોએ યુવકની પીઠ પર 15થી વધુ ઊંડા ઘા ઝીંક્યા

અમદાવાદના રાણીપ પોલીસ ચોકી નજીક અંગત અદાવતમાં યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, 8થી 10 શખ્સોએ યુવક પર તલવાર અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકની પીઠ પર 15થી વધુ ઊંડા ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો ક્રૂર હતો કે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું આંતરડું બહાર નીકળી આવ્યું હતું. ઘટનાને પગલે યુવકનું મોત થયું હતું. હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. રાણીપ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
