News of Saturday, 23rd May 2026
સુરતના ઉમરા વિસ્તારમાં સત્ય કૈવલ ચોક પાસે એક યુવક CCTV થાંભલા પર ચડી જતા દોઢ કલાક સુધી ડ્રામા સર્જાયો
આ ઘટનાના કારણે વિસ્તારમાં લગભગ એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો અને લોકોની ભારે ભીડ એકત્ર થઈ

સુરતના ઉમરા ગામ વિસ્તારમાં અસ્થિર મગજના યુવકે થાંભલા પર ચડી હોબાળો મચાવ્યો હતો. પાલ ઉમરા બ્રિજ પહેલાં આવેલા સત કૈવલ ચોક પાસે યુવક CCTVના થાંભલા પર ચડી ગયો હતો અને લાંબા સમય સુધી નીચે ઉતરવાનો ઇનકાર કર્યો હતો. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી.
યુવક લગભગ એકથી દોઢ કલાક સુધી થાંભલા પર ચડી નાટકો કરતો રહ્યો હતો. જેના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અંદાજે એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાને જોવા સ્થાનિક લોકો અને ગ્રામજનોનું ટોળું પણ મોટી સંખ્યામાં એકત્ર થયું હતું. સમગ્ર ઘટનાથી વાહનચાલકો ભારે પરેશાન બન્યા હતા.
ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકને સમજાવી નીચે ઉતારવાના પ્રયાસો કર્યા હતા. જોકે યુવક નીચે ઉતરવા તૈયાર ન થતા અંતે ફાયર વિભાગને બોલાવવામાં આવ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ યુવકને સમજાવી સુરક્ષિત રીતે નીચે ઉતારી પોલીસને સોંપ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ યુવક નશાની હાલતમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
