તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
વડોદરા નજીક ઉમેટા બ્રિજ પરથી યુવક અને યુવતીએ મહીસાગર નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો
તંત્ર દ્વારા બંનેના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા :બંનેની ઓળખ તેમજ આપઘાત પાછળનાં સંભવિત કારણો જાણવા માટે પોલીસ તપાસ શરૂ

વડોદરા નજીક ઉમેટા બ્રિજ પરથી યુવક અને યુવતીએ મહીસાગર નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. નદીમાં ડૂબી જવાથી બંનેનાં મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા બંનેના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવક અને યુવતીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને બંનેની ઓળખ તેમજ આપઘાત પાછળનાં સંભવિત કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
