<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

સુરતના વરાછામાં યુવકની સમયસૂચકતાથી રસ્તા પર અચાનક ઢળી પડેલા આધેડનો જીવ બચાવ્યો

રસ્તા પરથી પસાર થઈ રહેલા યુવકે સમયસૂચકતા દાખવી તાત્કાલિક આધેડને CPR આપવાનું શરૂ કર્યું :CPR બાદ આધેડને પ્રાથમિક સારવાર અપાઈ

સુરતના વરાછામાં યુવકની સમયસૂચકતાથી રસ્તા પર અચાનક ઢળી પડેલા આધેડનો જીવ બચ્યો છે. હીરાબાગ-ગૌશાળા સર્કલ રોડ પર સૌરાષ્ટ્ર સોસાયટીની વાડી પાસે આધેડ અચાનક ઢળી પડ્યા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા યુવકે સમયસૂચકતા દાખવી તાત્કાલિક આધેડને CPR આપવાનું શરૂ કર્યું હતું. CPR બાદ આધેડને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી. જોકે, પ્રાથમિક સારવાર બાદ આધેડે હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કર્યો હતો. યુવકની સમયસરની મદદના કારણે આધેડને મોટી મુશ્કેલીમાંથી બચાવી શકાયા હતા.

(8:29 PM IST)