News of Monday, 19th October 2026
વડોદરાના કપરાઈ વિસ્તારમાં ગરબા જોવા ગયેલા યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા
સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા એક પાર્ટી પ્લોટમાં ગરબા જોવા ગયેલા યુવક પર હુમલો : જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા

વડોદરાના કપરાઈ વિસ્તારમાં યુવકની હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા એક પાર્ટી પ્લોટમાં ગરબા જોવા ગયેલા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ યુવકને ચપ્પુના ઘા ઝીંકતાં તેનું મોત નીપજ્યું હતું.
પ્રાથમિક વિગતો મુજબ, જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે હત્યાના બનાવ અંગે તપાસ શરૂ કરી છે. યુવકની હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને હુમલામાં કોણ સંડોવાયેલું છે તે સહિતની વિગતો મેળવવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
