<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

વલસાડના ઉમરગામમાં જાહેરમાં એક યુવકે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર

ગોકુલધામ નજીક સોનુ પ્રસાદ નામના યુવકે પોતાના હાથથી ગળા પર તીક્ષ્ણ હથિયાર ફેરવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો:બચાવવા ગયેલા લોકો પર પણ હુમલો કરવાનો પ્રયાસ

વલસાડઃ ઉમરગામમાં જાહેરમાં એક યુવકે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. ગોકુલધામ નજીક સોનુ પ્રસાદ નામના યુવકે પોતાના હાથથી ગળા પર તીક્ષ્ણ હથિયાર ફેરવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવકને બચાવવા ગયેલા લોકોએ તેને રોકવાનો પ્રયાસ કરતાં તેણે તેમના પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગળામાં ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં યુવક ઢળી પડ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો. ગળામાં ગંભીર ઈજા થતાં યુવકને ટાંકા લેવામાં આવ્યા છે અને હાલ તેની સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. ગળામાં ટાંકા આવ્યા હોવાથી યુવકને બોલવામાં તકલીફ થઈ રહી છે, જેના કારણે આપઘાતના પ્રયાસનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. પ્રેમ પ્રકરણને કારણે યુવકે આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે, જોકે પોલીસ તપાસ બાદ જ સાચું કારણ સ્પષ્ટ થશે.

(7:04 PM IST)