તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
અમદાવાદના અમરાઈવાડીમાં ગરબા જોઈને પરત ફરત યુવકની ઝઘડાની અદાવતમાં છરીના ઘા ઝીંકી હત્યા: બે આરોપીની ધરપકડ
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓના રોહિત ગુપ્તા અને મદન રાજપુતની વિકેશ ગુર્જર નામના યુવકની હત્યાના ગુનામાં ધરપકડ કરી

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બે મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો, બે શખ્સોએ ભેગા મળીને ગરબા જોઈને ઘરે પરત ફરી રહેલા યુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતારી નાખ્યો, જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના રોહિત ગુપ્તા અને મદન રાજપુત છે, વિકેશ ગુર્જર નામના યુવકની હત્યાના ગુનામાં આ બંને આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે, નવરાત્રીમાં મોડી રાત્રે આ બનાવ બન્યો હતો, વિકેશ ગુર્જર તેના ભાઈ અભિષેક સાથે ગરબા જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે ગુલાબ નગર ગરબા ચોક પહોંચતા આ બંને આરોપીઓ ત્યાં આવ્યા હતા અને છરીના ઘા મારી વિકેશને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેથી સારવાર દરમિયાન વિકાસનું મોત થયું અને અમરાઈવાડી પોલીસે હત્યાનો દાખલ કર્યો છે.
અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈ અભિષેક ગુર્જર દ્વારા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને પોલીસે રોહિત ગુપ્તા અને મદન રાજપૂતની ધરપકડ કરી છે, રોહિત, મદન અને વિકેશ ગુર્જર વચ્ચે બે મહિના પહેલા ઝઘડો થયો હતો અને તેની અદાવત રાખીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગુનામાં સામેલ બંને આરોપીઓ ભૂતકાળમાં મારામારી અને દારૂ સહિતના અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. જોકે ખરેખર બે મહિના પહેલાની અદાવત શું હતી અને આરોપીઓ અગાઉથી પ્લાનિંગ સાથે આ હત્યાને અંજામ આપવા માટે નીકળ્યા હતા કે કેમ, તે તમામ પાસાઓની તપાસ માટે અમરાઈવાડી પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. તેવામાં પોલીસ રિમાન્ડ દરમિયાન હત્યાને લઈને કેવા ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
