તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
બનાસકાંઠાના અમીરગઢના સરોત્રા રેલવે સ્ટેશન નજીક માલગાડી સામે ઝંપલાવીને એક યુવકે જીવન ટૂંકાવ્યું
પોલીસે મૃતક યુવકના પરિવારજનોની ભાળ મેળવવા માટે શોધખોળ આદરી

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાંથી એક ચકચારી અને દુખદ ઘટના સામે આવી છે, જ્યાં અમીરગઢના સરોત્રા રેલવે સ્ટેશન નજીક એક અજ્ઞાત યુવકે દોડતી માલગાડી સામે ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. ટ્રેનની સામે કૂદકો માર્યા બાદ યુવક માલગાડીના આગળના હૂકમાં જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે મૃતક યુવકના પરિવારજનોની ભાળ મેળવવા માટે શોધખોળ આદરી છે અને અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
