<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

બાવળાના ઢેઢાળ વાસણામાં જૂની અદાવતમાં યુવક પર ધારિયા જેવા હથિયારથી જીવલેણ હુમલો

અદાવતનો ખાર રાખી કાળુ ચૌહાણે ઇન્દ્રજીતને રસ્તામાં આંતરીને ધારિયાના ઘા ઝીંકયા

અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકામાં તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. બાવળા તાલુકાના ઢેઢાળ વાસણા ગામે જૂની અદાવતનો બદલો લેવા માટે એક યુવક પર ધારિયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

 

ઘટનાની મળતી માહિતી અનુસાર, ઢેઢાળ વાસણા ગામમાં રહેતા ઇન્દ્રજીત મકવાણા નામના યુવક પર તે જ ગામના કાળુ ચૌહાણ નામના શખ્સે અચાનક હુમલો કર્યો હતો. બંને વચ્ચે લાંબા સમયથી જૂની અદાવત ચાલી રહી હતી. આ અદાવતનો ખાર રાખી કાળુ ચૌહાણે ઇન્દ્રજીતને રસ્તામાં આંતરીને ધારિયાના ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું.

 

હુમલા દરમિયાન આરોપી કાળુ ચૌહાણે ઇન્દ્રજીતને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું હતું કે, તને આજે જીવતો નહીં રહેવા દઉં. હુમલા બાદ ઘાયલ યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો, જ્યારે હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

(8:05 PM IST)