તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
અમદાવાદના મેઘાણી નગરમાં બુટલેગરની ધમકીઓથી યુવકે જીવન ટૂંકાવ્યું: વિડિઓ બનાવી કર્યા આક્ષેપ
આપઘાત પૂર્વે વીડિયો બનાવી 'માનવ' નામના શખ્સ સામે કર્યા આક્ષેપ:મેઘાણીનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી: વાયરલ વીડિયોના આધારે બુટલેગર સામે કાર્યવાહી કરવાની માંગ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકે બુટલેગરના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
ઘટનાની વિગત મુજબ, મેઘાણીનગરના રહીશ યુવકે ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. જોકે, આ આપઘાત પાછળનું કારણ અત્યંત ગંભીર છે. યુવકે અંતિમ પગલું ભરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે વિસ્તારના જ એક કુખ્યાત બુટલેગર પર ગંભીર આક્ષેપો કર્યા છે. વીડિયોમાં યુવકે સ્પષ્ટપણે 'માનવ' નામના શખ્સનું નામ લીધું છે અને જણાવ્યું છે કે આ બુટલેગર તેને લાંબા સમયથી માનસિક રીતે ટોર્ચર કરી રહ્યો હતો
આ વાયરલ વીડિયોમાં યુવકની વ્યથા સાફ દેખાઈ રહી છે, જેમાં તે પોલીસ તંત્ર પાસે ન્યાયની આશા રાખી રહ્યો છે. બુટલેગરના ત્રાસને કારણે યુવક એટલી હદે હતાશ થઈ ગયો હતો કે તેને મોતને વહાલું કરવું વધુ યોગ્ય લાગ્યું. ઘટનાની જાણ થતા જ મેઘાણીનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, યુવકના પરિવારજનો અને સ્થાનિકોમાં બુટલેગર સામે કડક કાર્યવાહી કરવાની માંગ તેજ બની છે. આ કેસમાં પોલીસ વીડિયોના આધારે તપાસ તેજ કરે તેવી શક્યતા છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
