<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ભાવનગરના યુવકને આણંદના બાકરોલ બોલાવી તાંત્રિક વિધિથી 'નાણાનો વરસાદ'ની લાલચ આપીને કુલ રૂ. 49.34 લાખ પડાવ્યા

પઠાણવાડા વિસ્તારમાં રહેતા મહેમુદખાન અશરફખાન પઠાણ નામના શખ્સે પોતાના ઘરે અને ફાર્મહાઉસ પર યુવકને બોલાવી આ ખેલ રચ્યો

આણંદના બાકરોલ પંથકમાં તાંત્રિક વિધિના નામે લાખોની છેતરપિંડીનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરના એક યુવકને આણંદના બાકરોલ બોલાવી, તાંત્રિક વિધિથી 'નાણાનો વરસાદ' કરવાની લાલચ આપી કુલ રૂ. 49.34 લાખ પડાવી લેવામાં આવ્યા છે. 

  પઠાણવાડા વિસ્તારમાં રહેતા મહેમુદખાન અશરફખાન પઠાણ નામના શખ્સે પોતાના ઘરે અને ફાર્મહાઉસ પર યુવકને બોલાવી આ ખેલ રચ્યો હતો. ઠગબાજે નજરબંધી કે અન્ય કરામતથી અગાઉ રૂ. 14 લાખની નોટોનો વરસાદ બતાવી યુવકનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ લાખો રૂપિયા પડાવી લીધા હતા. 

 આ મામલે છેતરપિંડીનો અહેસાસ થતા યુવકે વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઘટનાની ગંભીરતા જોઈ ડીવાયએસપી (DySP) અને FSLની ટીમે ફાર્મહાઉસ અને ઘરની ઝીણવટભરી તપાસ કરી પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

(9:59 PM IST)