તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
પતિને કારણ વિના છોડી દેનારી પત્ની ભરણપોષણનો દાવો કરી શકે નહીં
CrPCની ધારા ૧૨૫(૪) મુજબની કાયદાની સ્થિતિને સ્પષ્ટ કરતો હાઇકોર્ટનો ચુકાદો

અમદાવાદ તા.૧૩: પતિને કોઈ પણ કારણ વિના છોડી દેનારી પત્ની ભરણપોષણનો દાવો કરી શકે નહીં, એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો હાઇકોર્ટે આપ્યો છે. આ મામલે રાજકોટ ફેમિલી કોર્ટ દ્વારા પત્નીની ભરણપોષણની અરજી રદ કરી દેવામાં આવતાં તેણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને હાઇકોર્ટે ઘ્ત્ભ્ઘ્ની ધારા ૧૨૫(૪) મુજબની કાયદાની સ્થિતિને સ્પષ્ટ કરતો ચુકાદો આપતાં રાજકોટ ફેમિલી કોર્ટના આદેશને બહાલી આપી હતી. આ ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે કાયદો સ્પષ્ટ છે કે જ્યારે કોઇ પત્ની તેના પતિને કોઈ મજબૂર કાયદેસરનું કારણ દર્શાવ્યા વિના છોડીને જતી રહે, ત્યારે તે ભરણપોષણ અંગેનો ધવો કરવાની હકદાર રહેતી નથી.
હાઈકોર્ટે પત્નીનો દાવો નકારી કાઢતાં પહેલાં તેના નિવેદનોની ઝીણવટભરી તપાસ કરી હતી, કોર્ટના રેકર્ડ પર આવેલા પુરાવાને ચકાસવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની અરજી રદ કરવામાં આવી હતી. હાઈકોર્ટના જાસ્ટિસ એચ.ડી.સુથારે બહાલ રાખ્યો હતો અને અવલોકન કર્યું હતું કે, જેન્યુઇન એટલે કે ખરા, વિશ્વસનીય વ્યક્તિ(પત્ની)ના રક્ષણ માટે ભરણપોષણનો કાયદો ઘડવામાં આ મામલે ફેમિલી કોર્ટના ચુકાદાને આવ્યો છે. પરંતુ કોઈ આધારભૂત પુરાવા વિના માત્રને માત્ર કરવામાં આવેલા આરોપોના આપારે આવી વ્યક્તિને કોઈ પણ રાહત આપી શકાય નહીં, આ કેસમાં દંપતિના લગ્ન વર્ષ ૨૦૦૯માં થયા હતા. ત્યારબાદ Crpc નીધારા ૧૨૫ હેઠળ ભરણપોષણ મેળવવા માટે પત્નીએ રાજકોટ ફેમિલી કોર્ટમાં કેસ કર્યો હતો અને એમાં એવા આક્ષેપ કર્યા હતા કે પતિ અને તેના કુટુંબના સભ્યો દ્વારા તેની સાથે ક્રૂરતા આચરવામાં આવે છે. આ ક્રૂરતા અને અત્યાચારના લીધે તે મેટ્રિમોનિઅલ ઘરને છોડીને ચાલ્યા જવા પર મજબૂર થઈ હતી. અલબત્ત, રાજકોટ ફેમિલી કોર્ટ દ્વારા આ અરજી રદ કરી દેવામાં આવી હતી કારણ કે પત્નીના આક્ષેપોને સપોર્ટ કરતાં પુરતાં પુરાવા મળી આવ્યા નહોતા. પછીથી રાજકોટ ફેમિલી કોર્ટના આદેશને પત્ની દ્વારા હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો.
હાઈકોર્ટ સમક્ષ કેસની સુનાવણી દરમિયાન અપીલકર્તા પત્નીના નિવેદનોમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને ભરણપોષણની અરજીમાં તેનો એવો કોઈ દાવો સામે આવ્યો નહોતો, કે જેમાં તેણે કહ્યું હોય કે તેને ઘરમ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી અથવા તરછોડી દેવામાં આવી હતી. તેથી લાઇકોર્ટ નોંપ્યું હતું કે કોર્ટના રેકોર્ડ પર એવા કોઈ પુરાવા સામે આવ્યા નથી, જેનાથી પ્રસ્થાપિત થઈ શકે કે મહિલાની સાથે કરતા થઈ હતી અથવા એવું કોઈ કૃત્ય થયું હતું કે તેના ઘરેથી
નીકળી જવાના નિર્ણયને ન્યાયોચિત ઠરાવી શકાય. હાઇકોર્ટે આ મામલે ઘ્શ્વભ્ઘ્ની પારા ૧૨૫ (૪) પર આધાર રાખ્યો હતો અને જે ભરણપોષણના હક માટેનું અપવાદ સ્પષ્ટ કરે છે. આ જોગવાઈ હેઠળ પત્ની એવા સંજોગોમાં ભરણપોષણની હકદાર રહેતી નથી, જ્યારે તે વ્યભિચારમાં લિપ્ત હોય, કોઈ નક્કર કે વ્યાજબી કારણ વિના પતિ સાથે રહેવાનો ઈન્કાર કરી દે અથવા તો દંપતિ પરસ્પર મંજૂરીથી જુદા રહેતા હોય.
આ જોગવાઈ ઉપર ભાર મૂકતાં હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે, આ કેસની મહિલા એ સાબિત કરવામાં સદંતર નિષ્ફળ રહી છે કે મહિલા તેના પતિથી જુદી રહેતી હતી તો એની પાછળનું વ્યાજબી કારણ શું હતું, આવા સંજોગોમાં કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ તેનો ભરણપોષણનો દાવો ટકી શક્તો નથી.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
