<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

ગુજરાત ચૂંટણીમાં સર્જાયો ઐતિહાસિક અને અનોખો કિસ્સો : ફાગવેલના ચિખલોડમાં ઉમેદવારોએ જ કર્યો ચૂંટણીનો બહિષ્કાર!

​રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત એક જ બેઠકના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા : ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિતના ચારેય દાવેદારોના આશ્ચર્યજનક નિર્ણયથી રાજકીય આલમમાં ભારે ગરમાવો

અમદાવાદ : ગુજરાતની ચૂંટણીમાં ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠક પર એક અત્યંત આશ્ચર્યજનક અને ઐતિહાસિક ઘટના સામે આવી છે. રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ એક જ બેઠક પરના તમામ ઉમેદવારોએ સામૂહિક રીતે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપ, કોંગ્રેસ અને બે અપક્ષ સહિતના ચારેય ઉમેદવારોએ એકસાથે પોતાના ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.

​સામાન્ય રીતે બેઠકો બિનહરીફ થતી હોય છે, પરંતુ ઉમેદવારો પક્ષવાદ ભૂલીને આ પ્રકારે મેદાન ખાલી કરી દે તેવી આ પ્રથમ ઘટના છે. આ અણધાર્યા પગલાને કારણે ચિખલોડની બેઠક હવે ઉમેદવાર વિહોણી બની છે, જેની પાછળ સ્થાનિક રોષ અથવા કોઈ વિશેષ વ્યૂહરચના હોવાનું મનાય છે. 'ચૂંટણી બજાર'માં આ ઘટના અત્યારે સૌથી વધુ ચર્ચાસ્પદ બની છે.

(6:03 PM IST)