<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

બનાસ મેડિકલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસની સારવાર લઈ રહેલી બે વર્ષની બાળકીનું કરૂણમોત

આબુરોડના સીયાવા ગામની આ બાળકીને તાવ, ઊલટી, ખેંચ અને બેભાન જેવી ગંભીર સ્થિતિમાં પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

બનાસકાંઠાની બનાસ મેડિકલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસની સારવાર લઈ રહેલી બે વર્ષની બાળકી કીર્તિ ડુંગાસીયાનું મોત નીપજ્યું છે. આબુરોડના સીયાવા ગામની આ બાળકીને તાવ, ઊલટી, ખેંચ અને બેભાન જેવી ગંભીર સ્થિતિમાં પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

સારવાર દરમિયાન બાળકીએ દમ તોડતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે બનાસકાંઠાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. વાયરસના સંક્રમણને રોકવા અને રોગચાળો નિયંત્રણમાં રાખવા માટે જિલ્લાભરમાં આરોગ્ય વિભાગની 469 ટીમો દ્વારા સઘન તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે.

(1:44 PM IST)