News of Thursday, 14th May 2026
નર્મદાના આંતરિયાળ જંતર ગામનો આદિવાસી યુવક કુસ્તીમાં સિલ્વર મેડલ મેળવતા ગ્રામજનો દ્વારા સન્માન
છત્તીસગઢના સરભુજા ખાતે ખેલો ઇન્ડિયા ગેમમાં જંતર ગામના મુકેશ વસાવાએ જીત્યો સિલ્વર મેડલ

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ગડેશ્વર તાલુકા ખાતે આવેલા વાલ્મિકી આશ્રમ, બોરીયા ખાતે અભ્યાસ કરતા ગુરુડેશ્વર તાલુકાના અંતરિયાળ અને છેવાડા વિસ્તારના જંતર ગામના મુકેશભાઈ વસાવાએ છત્તીસગઢના સરભુજા ખાતે યોજાયેલ ખેલો ઇન્ડિયા ગેમ્સમાં ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરતાં કુસ્તી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેમણે બીજો ક્રમ મેળવી સિલ્વર મેડલ જીત્યો છે.
મુકેશભાઈ વસાવાની આ સિદ્ધિથી આશ્રમ પરિવાર તેમજ ગામજનો દ્વારા પંચલા ગામે પ્રાથમિક શાળામાં કુસ્તીબાઝ મુકેશ વસાવાનું સન્માન કરવામાં આવ્યું. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, રમત ગમત અધિકારી દિનેશ ભીલ, વાલ્મિકી આશ્રમના સંત કમલાકર મહારાજ નિવૃત એડીશન કલેકટર સોમજીભાઈ ડુંગરિયા, સરપંચ નટવર તડવી, પ્રકાશ તડવી સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા અને મુકેશ વસાવાની આ સિદ્ધિને બિરદાવી શુભેચ્છાઓ આપી હતી. મુકેશ વસાવા હવે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માં ટ્રાયલ આપી ભારત નું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રીય ખેલાડીઓ ની યાદીમાં પોતાનું નામ દર્જ કરાવશે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
