<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

અમદાવાદના બોપલ-સનાથલ રિંગ રોડ પર કારની ટક્કરે ઝાડ મૂળિયાં સહિત ઉખડ્યું

અકસ્માતમાં કારચાલકને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો: ટ્રાફિક પોલીસની ટીમે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બોપલથી સનાથલ તરફ જતા એસ.પી. રિંગ રોડ પર પૂરઝડપે આવતી કિયા કાર અકસ્માતનો ભોગ બની હતી. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર પરના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઝાડ મૂળિયાં સહિત જમીનમાંથી ઉખડી ગયું હતું. અકસ્માતમાં કારચાલકને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ટ્રાફિક પોલીસની ટીમે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(9:33 PM IST)