<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વ્યારાના તળાવ રોડ પર એક તોતિંગ વૃક્ષની ડાળખી ધરાશાઈ

વૃક્ષની ડાળખી પડવાના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી :પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ

તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વ્યારાના તળાવ રોડ પર એક તોતિંગ વૃક્ષની ડાળખી ધરાશાઈ થઈ હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વૃક્ષની ડાળખી પડવાના કારણે થોડા સમય માટે વાહનવ્યવહારને અસર પહોંચી હતી, પરંતુ પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(6:00 PM IST)