તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
સુરતના અલથાણમાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરનું વ્હિલ ફરી વળતા L&Tના યુવા એન્જિનિયરનું ઘટનાસ્થળે જ કરુણ મોત
હિટ એન્ડ રનની ઘટના CCTVમાં કેદ: ડમ્પર ચાલક વ્હિલ ચડાવી ફરાર, L&T કંપનીમાં ફરજ બજાવતા 28 વર્ષીય એન્જિનિયરનું નિપજ્યું મોત, પરિવારમાં શોકનો માહોલ

સુરત તા.૨: સુરતના અલથાણ વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માતમાં L&T કંપનીમાં ફરજ બજાવતા 28 વર્ષીય યુવા એન્જિનિયરનું કરુણ મોત નિપજ્યું છે. પૂરપાટ ઝડપે આવતા ડમ્પરનું તોતિંગ વ્હિલ યુવક પર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવક L&T કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો અને સવારે નોકરી પર જવા નીકળ્યો હતો. અલથાણ વિસ્તારના રસ્તા પરથી પસાર થતી વખતે પાછળથી આવતા એક બેફામ ડમ્પરે તેને અડફેટે લીધો હતો. ડમ્પરનું વ્હિલ યુવક પર ફરી વળતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સ્થળ પર જ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સ્થાનિક લોકોમાં પણ બેફામ વાહનચાલકો સામે રોષ જોવા મળી રહ્યો છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
