<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

વડોદરાના પાદરામાં વિદ્યાર્થીઓથી ભરેલો ટેમ્પો વીજ થાંભલા સાથે અથડાતાં એકનું વિદ્યાર્થીનું કરૂણમોત

પાદરાના સાધી-સાદળ રોડ પર ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવી દેતાં ટેમ્પો રોડ સાઈડના વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાયો: ટેમ્પોમાં સવાર 15થી 17 જેટલા વિદ્યાર્થીઓ જોરદાર ઝટકા સાથે નીચે પટકાયા.

વડોદરા જિલ્લાના પાદરામાં એક મોટી અને કરુણ દુર્ઘટના સામે આવી છે, જેમાં શાળાએથી છૂટીને ઘરે જઈ રહેલા વિદ્યાર્થીઓથી ભરેલા એક ખાનગી ટેમ્પોને ગંભીર અકસ્માત નડ્યો હતો. પાદરાના સાધી-સાદળ રોડ પર ટેમ્પો ચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં ટેમ્પો રોડ સાઈડના વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાયો હતો, જેના કારણે ટેમ્પોમાં સવાર 15થી 17 જેટલા વિદ્યાર્થીઓ જોરદાર ઝટકા સાથે નીચે પટકાયા હતા.

આ ભયાનક અકસ્માતમાં 15 વર્ષીય સોલંકી સચિન સંજયભાઈ નામના માસૂમ વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે આક્રોશે ભરાયેલા ગામલોકો અને સરપંચ કંચન ગોહિલ તેમજ ગ્રામજન તુષાર પરમારે એસ.ટી. (ST) નિગમ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ગામમાં સરકારી એસ.ટી. બસોની ભારે અનિયમિતતાના કારણે જ આ માસૂમ બાળકોને મજબૂરીમાં જોખમી રીતે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે, જે આજે એક આશાસ્પદ વિદ્યાર્થીના મોતના કારણભૂત બની છે.

(11:23 PM IST)