<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

સુરત જિલ્લામાં કામરેજ તાલુકાના હલધરુ ગામે પાણીજન્ય રોગચાળોમાં ઝાડા-ઉલટીથી કિશોરનું મોત

કામરેજના હલધરુમાં 13 વર્ષના હર્ષનું મોટ નીપજ્યું પરિવારમાં શોક

સુરત જિલ્લાના વિસ્તારમાં પાણીજન્ય રોગચાળોનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કામરેજ તાલુકાના હલધરુ ગામે ઝાડા-ઉલ્ટીના કારણે એક 13 વર્ષીય કિશોરનું મોત થયું છે. આ ઘટના બાદ જિલ્લા આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કામરેજના હલધરુ ગામમાં ગ્રીન પાર્ક-02 માં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રાહુલભાઈ મિશ્રાના ભત્રીજા હર્ષ આશિષ મિશ્રા (ઉંમર 13) ને છેલ્લા બે-ત્રણ દિવસથી તાવ હતો. તેને અચાનક પેટમાં દુખાવો અને ઉલટીઓ શરૂ થઈ હતી.તબિયત વધુ બગડતા પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબોએ હર્ષને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના અંગે કામરેજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ અધિકારી એ.એસ.આઈ. હાર્દિકસિંહના જણાવ્યા અનુસાર, કિશોરના મોતનું પ્રાથમિક કારણ બીમારી અને ઝાડા-ઉલ્ટી છે.
ઉનાળાની શરૂઆત થતા જ સુરતજિલ્લામાં  પાણીજન્ય રોગચાળોમાં  ઝાડા-ઉલ્ટીના કેસોમાં વધારો નોંધાયો છે. હલધરુ જેવી સોસાયટીઓમાં પીવાના પાણીની શુદ્ધતા અને ગંદકીના પ્રશ્નો અંગે તપાસની માંગ ઉઠી રહી છે.

(1:20 PM IST)