તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
શિક્ષક માત્ર પુસ્તકનું જ્ઞાન આપનાર વ્યક્તિ નહિ પણ વિદ્યાર્થીઓના ભાવિના ઘડવૈયા છે
ગોકુલધામ ઇન્ટરનેશનલ સ્કૂલ બારમાં સન્માન સમારંભ

ગોકુલધામ ઇન્ટરનેશનલ સ્કૂલ નાર (આણંદ) ખાતે યોજાયેલ આચાર્ય દેવો ભવ સન્માન સમારંભ પ્રસંગની તસ્વીર
નાર, તા.૮: પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકળષ્ણનના જન્મદિન નિમિત્તે ઉજવાતા શિક્ષક દિનની ગોકુલધામ ઈન્ટરનેશનલ સ્કૂલ, નાર ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષકોની નિષ્ઠા, સમર્પણ અને સેવાભાવને બિરદાવવાના ઉદ્દેશથી શાળામાં ‘આચાર્ય દેવો ભવઃ' સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગોકુલધામના સ્વપ્નદ્રષ્ટા શ્રી શુકદેવ પ્રસાદદાસજી સ્વામી, જનમંગલ સ્વામી, હરિમિલન સ્વામી, મનીષ ભગત, અતિથિ વિશેષ ભૂપેન્દ્રભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રી ભાવેશ જોશી, હોસ્ટેલ રેક્ટરગણ તથા સમગ્ર શિક્ષક પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં શિક્ષકના જીવનમાં રહેલા મહત્ત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપનાર વ્યક્તિ નથી, પરંતુ વિદ્યાર્થીમાં જ્ઞાન સાથે સંસ્કાર, શિસ્ત, મૂલ્યો અને આત્મવિશ્વાસનું સિંચન કરી તેના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરનાર સાચા માર્ગદર્શક છે. તેમ જણાવ્યું હતુ શ્રી શુકદેવ પ્રસાદદાસજી સ્વામીના હસ્તે શાળાના દરેક શિક્ષક, હોસ્ટેલ રેક્ટર તથા આચાર્યશ્રીને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગોકુલધામ ઈન્ટરનેશનલ સ્કૂલ, નાર દ્વારા શિક્ષકોના સન્માન માટે કરવામાં આવેલી આ સુંદર પહેલ સમગ્ર શિક્ષક પરિવાર માટે પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી બની રહી હતી.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
