News of Friday, 22nd May 2026
વલસાડના પારડી હાઈવે પર વિમાનનું ઇંધણ ભરેલું ટેન્કર પલટ્યું
અકસ્માત સમયે ટેન્કરે રોડ કિનારે કેરી વેચતી એક મહિલાને કચડી અંખી ગટરમાં પલટી ખાધું

વલસાડ જિલ્લાના પારડી-ખડકી નેશનલ હાઈવે 48 પર વિમાનનું જ્વલનશીલ ઇંધણ (ATF) ભરેલું એક ટેન્કર પલટી મારી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતને પગલે ટેન્કરમાંથી હજારો લીટર ફ્યુઅલ રોડ પર વહી ગયું હતું, જેને કારણે મોટી આગ લાગવાનો ખતરો ઊભો થયો હતો. જો કે, ઘટનાની ગંભીરતા જોઈ મામલતદાર સહિતનો વહીવટી કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હાઈવે પર માટી નંખાવીને મોટી હોનારત ટાળી લીધી હતી. આ અકસ્માત સમયે ટેન્કરે રોડ કિનારે કેરી વેચતી એક મહિલાને કચડી નાખી ગટરમાં પલટી ખાધું હતું. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
