<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

પાલનપુરના જસલેણી ગામમાં ખેતરમાં ધાર્મિક પ્રસંગે ધૂપ પ્રગટાવતા અચાનક મોટાપાયે ભમરા ઉડ્યા: હુમલામાં 20થી વધુ લોકોને ઇજા

108 અને ખાનગી વાહનો દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા: હોસ્પિટલમાં એકસાથે મોટી સંખ્યામાં દર્દીઓ આવતા દોડધામ મચી ગઈ

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના જસલેણી ગામમાં ખેતરમાં ધાર્મિક પ્રસંગે નૈવેદ્ય કરતી વખતે ધૂપ પ્રગટાવતા જ અચાનક મોટી સંખ્યામાં ભમરા ઉડ્યા હતા. ભમરાઓએ સ્થળ પર હાજર લોકો પર હુમલો કરી દેતા ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભમરા કરડવાથી 20થી વધુ લોકોની તબિયત લથડી હતી, જેમને તાત્કાલિક 108 અને ખાનગી વાહનો દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં એકસાથે મોટી સંખ્યામાં દર્દીઓ આવતા દોડધામ મચી ગઈ હતી. ધાર્મિક પ્રસંગ દરમિયાન બનેલી આ ઘટનાથી જસલેણી ગામમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

(11:21 PM IST)