તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 25th September 2026
સુરતના અમરોલી વિસ્તારમાં એમ.એન.જ્વેલર્સ શોરૂમમાં અચાનક આગ લાગતા દોડધામ :કિંમતી દાગીનામાં મોટા નુકસાનની આશંકા
જ્વેલર્સ શોરૂમમાં કિંમતી દાગીના હોવાના કારણે આગની ઘટનાએ વેપારીઓ અને આસપાસના લોકોમાં ચિંતા ફેલાવી

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સ શોરૂમમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. એમ.એન. જ્વેલર્સમાં આગ લાગ્યાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, શોરૂમમાં અચાનક આગ ફાટી નીકળતાં ધુમાડો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
એમ.એન. જ્વેલર્સમાં સોના-ચાંદીના દાગીના સહિતની કિંમતી વસ્તુઓ હોવાના કારણે આગની ઘટનામાં મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ચોક્કસ કેટલું નુકસાન થયું છે તેની વિગતો સત્તાવાર તપાસ બાદ જ સામે આવશે.
પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનો અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જોકે આગનું ચોક્કસ કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી કામગીરી શરૂ કરી હતી. ટીમે આગને કાબૂમાં લીધી હતી અને આગ વધુ ફેલાય નહીં તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્વેલર્સ શોરૂમમાં કિંમતી દાગીના હોવાના કારણે આગની ઘટનાએ વેપારીઓ અને આસપાસના લોકોમાં ચિંતા ફેલાવી હતી. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ આગના કારણ અને સંભવિત નુકસાન અંગેની વિગતો મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
