News of Friday, 13th November 2026
પંચમહાલના શહેરામાં કાંકરી રોડ પર આવેલા એક ખેતરમાં અચાનક આગ લાગી: 5 હજાર ડાંગરના પૂડા બળીને ખાખ
ઘટનાની જાણ ખેડૂત દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી

પંચમહાલના શહેરામાં કાંકરી રોડ પર આવેલા એક ખેતરમાં ડાંગરના પૂડામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. શાંતાબેન લાલજીભાઈ પરમાર નામના ખેડૂતના ખેતરમાં ડાંગરના પૂડામાં આગ ભભૂકી ઊઠતાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ ખેડૂત દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ કાબૂમાં આવે તે પહેલાં ખેતરમાં રાખેલા અંદાજે 5 હજાર જેટલા ડાંગરના પૂડા બળીને ખાખ થઈ ગયા હતા. આગને કારણે ખેડૂતને મોટું નુકસાન થયું છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
