<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

રાજપીપળામાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો : ધીમીધારે વારસાદ પડતા સર્વત્ર ઠંડક

રાજપીપળામાં થોડો પણ વરસાદ નહીં પડતા ગરમીમાં લોકો શેકાઈ રહ્યા હતા તેવામાં વરસાદ ચાલુ થતા સર્વત્ર ઠંડક ફેલાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આજે સાવરથી વરસાદ ચાલુ થતા ઠંડક થઈ હતી જેમા રાજપીપળામાં ધીમીધારે વરસાદ ચાલુ રહેતા હવે ચોમાસાની શરૂઆત થઈ હોય તેમ લાગ્યું. 
સવારે રાજપીપળા માં વાતાવરણ માં અચાનક પલટો આવ્યો અને વરસાદ ચાલુ થયો હતો, જોકે ઘણા દિવસ થી દેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો પરંતુ રાજપીપળા માં થોડો પણ વરસાદ નહીં પડતા ગરમીમાં લોકો શેકાઈ રહ્યા હતા જેમાં આજે રાજપીપળા માં વરસાદ ચાલુ થતા સર્વત્ર ઠંડક ફેલાઈ હતી. 
ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ વર્ષે ગત વર્ષોની જેમ અતિભારે વરસાદમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ના પાક ને નુકશાન થયું હતું તેમ આ વર્ષે પાક ને નુકશાન ના થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યાં છે.

(10:43 PM IST)