<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

બરોડા શહેરમાં સ્ટેટ લેવલ મેન્ટલ એરિથમેટીક સ્પર્ધા યોજાઈ જેમાં રાજપીપલા બે બાળકો અવ્વલ

બાળકોએ કેલ્ક્યુલેટર વગર માત્ર આઠ મિનિટમાં 200 દાખલા ઉકેલીયા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:બાળકોમાં યાદશક્તિ એકાગ્રતા અને ઝડપી ગણતરી કરવાની ક્ષમતાનો વિકાસ થાય તે હેતુથી 21મી UC MAS સ્ટેટ લેવલ મેન્ટલ એરિથમેટીક સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જ્યાં એક સેકન્ડની કિંમત હોય અને પોતાની ઝડપ, એકાગ્રતા, તર્ક શક્તિ તથા ગાણિતિક ક્ષમતા સાબિત કરવાની હોય એવી UC MASની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં 3,000 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. રાજ્ય કક્ષાની ઝડપી દાખલા ગણવાની સ્પર્ધામાં રાજપીપલાના ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલના બે બાળકો અવ્વલ રહ્યા હતા.
  UC MAS (માનસિક અંક ગણિત પ્રણાલીનો સાર્વત્રિક ખ્યાલ) ગુજરાત લેવલની સ્પર્ધા બરોડા ખાતે યોજાઈ હતી. ગુજરાતના કુલ ત્રણ (૩૦૦૦) હજાર બાળકો ભાગ લીધો હતો. નાંદોદ તાલુકાના કુલ તેર (૧૩) બાળકો ભાગ લીધો હતો. જેમાંથી બે બાળકો અલગ અલગ લેવલ પર નંબર આવ્યો. જેમાં ધાનપોર ગામના નક્ષ નિકુંજભાઈ પટેલ બીજા ક્રમે તથા રાજપીપલાની ખુશી ભૌમિક ગાંધી ત્રીજા ક્રમે આવીને આપણા નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે. બંન્ને બાળકોને UC MAS ઈન્ડિયા ના CEO સ્નેહલ કારીયા ના હાથે રાજ્ય લેવલે ટ્રોફી આપવામાં આવી હતી. જેમાં તેઓએ આ લેવલ સુધી લઈ જવા માટે ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ રાજપીપલા ના પ્રિન્સીપાલ માઈકલ સાહેબ તથા સ્કુલના કોષ ઈસ્કટટર (CI) વિરા મેડમ, વૈશાલી મેડમ એ મહત્વનો ફાળો આપ્યો હતો.
આ સ્પર્ધામાં બાળકો કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેટર કે ઇલેક્ટ્રીક સાધન વગર માત્ર આઠ મિનિટમાં 200 અઘરા દાખલા આ બાળકોએ ઉકેલ્યા હતા. અબેકસ પદ્ધતિ બાળકો માટે તેમની બ્રેઈન ની તમામ પ્રકારની શક્તિઓ જાગૃત કરીને તેમને સ્પીડ એક્યુરસી,કોન્સન્ટરેશન, લોજીક એપ્લિકેશન ડેવલપ કરે છે. બાળકોનું વિઝન અને વિઝ્યુઅલાઈઝેશન પાવરફુલ બનાવે છે. આ બાળકોને તમે કોઈપણ પ્લસ (+) માઈનસ (-) નંબર આપો તો તે જ સેકન્ડમાં એનો જવાબ આપી શકે છે. તો અમુક બાળકો માત્ર ચાર મિનિટમાં 100 વત્તા (+)કે ઓછા(-) કરી બતાવે છે. મેન્ટલ એરિથમેટિક તાલીમ પદ્ધતિ બાળકોમાં યાદશક્તિ, એકાગ્રતા , સાંભળવાની અને સમજવાની ક્ષમતા આત્મવિશ્વાસ તેમજ સમય વ્યવસ્થાપન જેવા ગુણોને વિકાસ થાય છે. નોંધનિય છે કે મેન્ટલ એરિથમેટીક થી બાળકોમાં આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ બાળકોના ડાબા અને જમણા બંન્ને મગજ ના વિકાસમાં મદદ કરે છે.

(1:24 PM IST)