તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
દરેક જિલ્લા, શહેર અને રેલવેમાં બાળકો માટે ખાસ જુવેનાઇલ પોલીસ યુનિટ રચાશે
બાળકો સાથે સંવેદનશીલ બની કામ કરે તેવા તાલીમબદ્ધ અધિકારી મૂકાશે

અમદાવાદ તા.૧૯: રાજ્યના દરેક જિલ્લા, શહેર અને રેલવે પોલીસના સંબંધિત વિસ્તાર માટે ખાસ કિશોર પોલીસ એકમ (સ્પેશીઅલ જુવેનાઇલ પોલીસ યુનિટ)ની રચના કરવાનો ગૃહ વિભાગે નિર્ણય લીધો છે. તેમાં બાળકોના અધિકારોથી જાણકાર તેવા એક મહિલા સામાજિક કાર્યકર સહિત છ સભ્યો રહેશે. દરેક પોલીસ સ્ટેશનમાં એક આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસરનો દરજ્જો આપવામાં આવશે.
ભારત સરકારના જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) અધિનિયમ-૨૦૧૫ના સંદર્ભમાં પ્રસિધ્ધ થયેલા ૨૦૧૯ના નિયમોનું રાજ્યમાં પૂર્ણ પાલન કરવાને હેતુથી ગૃહ વિભાગે બાળકોની સંભાળ અને સંરક્ષણની જોગવાઇઓને ધ્યાનમાં લઇને સ્પેશીઅલ જુવેનાઇલ પોલીસ પોલીસ યુનિટની રચના કરવાનો તાજેતરમાં નિર્ણય કર્યો છે. જેમાં જિલ્લાના મુખ્ય પોલીસ મથકના ડીવાયએસપી અધ્યક્ષ તરીકે રહેશે. તેમની સાથે પોલીસ કમિશનરેટ વિસ્તારના વિમેન સેલના આસી. પોલીસ કમિશનર અને રેલવેના ડીવાયએસપી સભ્ય તરીકે રહેશે. તે ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાંથી એક ખ્લ્ત્ ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસ તરીકે સંબંધિત શહેર અને જિલ્લાના વિસ્તાર માટે તેમજ બે સામાજિક કાર્યકરો પણ સભ્ય તરીકે રહેશે. ગૃહ વિભાગે યુનિટની રચનામાં એ વાતની તાકીદ કરી છે કે એએસઆઇ આ કાર્યમાં રૂચિ ધરાવતા અને બાળકો સાથે સંવેદનશીલ અભિગમથી કામ કરવા માટે ખાસ તાલીમ મેળવેલા હોવા જોઇએ. તે સાથે ત્રણ વર્ષનો સામાજિક કાર્યનો અનુભવ ધરાવતા મહિલા સહિતના બે સામાજિક કાર્યકરોની સવેતન સેવા લેવાશે. તેમના સામે બાળ અપરાધ સહિત કોઇ પોલીસ ફરિયાદ નોંધાયેલી નથી તેની કાળજી કરવાની રહેશે.
આ ખાસ પોલીસ યુનિટ બાળ અધિકારો અને તેમના સંરક્ષણના હકથી જાણકાર હોવું જોઇએ
જુવેનાઇલ જસ્ટીસને લગતા કોર્ટ, રાજ્ય અને કેન્દ્ર સરકારના હુકમો અને સૂચનાઓનો અમલ કરવો
કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોના પુનર્વસન સંબંધિત અન્ય કામગીરીનો અમલ
યુનિટની કામગીરીની દર છ મહિને સમીક્ષા અને અહેવાલ મોકલવો
સમયાંતરે પોલીસ અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
