તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
મહેસુલી કર્મચારીઓની પડતર માંગણીઓ ઉકેલવા એક વિશેષ કમિટી રચાશે
પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મહેસૂલ રાજ્યકક્ષાના પ્રધાન સંજયસિંહ મહીડા અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિની વિશેષ ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

ગુજરાત રાજ્યના મહેસૂલી કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર મુદ્દાઓને લઈને કરવામાં આવી રહેલી હડતાલના સંદર્ભમાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તથા મહેસૂલ રાજ્યકક્ષાના પ્રધાન સંજયસિંહ મહીડા અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિની વિશેષ ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો અંગે વિગતો આપતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કર્મચારી મંડળની ગ્રેડ-પે અંગેની મુખ્ય માંગણી સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને એક વિશેષ કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા મંડળ સાથે વિસ્તૃત વિગતો મેળવીને, રાજ્યના વિવિધ વિભાગો સાથે યોગ્ય સંકલન સાધીને પ્રશ્નોનો કાયમી અને દૂરોગામી ઉકેલ લાવવાનો અભિગમ રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય જટિલતા કે પ્રશ્નો ઉપસ્થિત ન થાય.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
