<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

ધોળકા તાલુકાના ચલોડા-શેખડી માર્ગ પર ગમખ્વાર અકસ્માત : બાઇક પર સવાર બે યુવકોના કરુણ મોત

એસટી બસ સાથે ટક્કર કે કોઈ અજાણ્યા વાહને બાઇકને ટક્કર માર્યા બાદ બંને માર્ગ પર પટકાયા બાદ એસટી બસના ટાયરની નીચે આવી જતાં મોત થયું?

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ચલોડા-શેખડી માર્ગ પર થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકોના કરુણ મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે મોત  નીપજ્યું હતું 

અકસ્માતને લઈને હાલ વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકોના જણાવ્યા મુજબ બાઇકને એસટી બસની ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો અને બંને યુવકોના મોત થયા હતા. જ્યારે અન્ય લોકોના જણાવ્યા અનુસાર કોઈ અજાણ્યા વાહને બાઇકને ટક્કર માર્યા બાદ બંને માર્ગ પર પટકાયા હતા. ત્યારબાદ તેમાંના એક યુવક એસટી બસના ટાયરની નીચે આવી જતાં તેનું મોત થયું હોવાનું, જ્યારે બીજા યુવકને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું પણ મૃત્યુ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતની વાસ્તવિક હકીકત જાણવા તપાસ શરૂ કરી છે. પોલીસના સત્તાવાર અહેવાલ બાદ જ અકસ્માતનું સાચું કારણ સામે આવશે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે મૃતકોની ઓળખ, અકસ્માત માટે જવાબદાર વાહન અને અન્ય તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માત કેવી રીતે સર્જાયો હતો તે અંગે સ્પષ્ટતા થશે.

(9:24 PM IST)