તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
ભાયાવદરની અનુદાનીત કોલેજમાં જુનિયર કલાર્કની ભરતીમાં નર્યું તરકટઃ આશંકા મુજબના ઉમેદવારની જ પસંદગી!
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષાની પ્રક્રિયા પૂર્વે કરેલી ફરિયાદ સાચી ઠરીઃ ભરતી પ્રક્રિયા ફરીથી કરવા માંગણી

રાજકોટ તા.૯: શિક્ષણના ધામ ગણાતી સંસ્થાઓમાં જ્યારે ‘‘ગોઠવણ ડોટ કોમ'' ના વાયરસ પ્રવેશે ત્યારે લાયક ઉમેદવારની મહેનત પાણીમાં જાય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો શ્રી એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ભાયાવદર (તા. ઉપલેટા, જી. રાજકોટ) ની જુનિયર ક્લાર્કની ભરતીમાં સામે આવ્યો છે. વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ ભરતીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના પુરાવાઓ સાથે સરકાર અને શિક્ષણ વિભાગ પર આકરા પ્રહારો કર્યા છે.
શ્રી એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૫માં જુનિયર કલાર્કની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી.
આ ભરતી ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા ૨૦/૦૯/૨૦૨૫ ના રોજ આપવામાં આવેલ NOC (પત્ર ક્રમાંકઃ કવટ/isc૩/વર્ગ-૩/NOC/૨૦૪૬૯-૭૧) ના આધારે કરવામાં આવી હતી.
અમે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ભરતીમાં પારદર્શિતાનો અભાવ છે. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, અમે પરીક્ષા અગાઉ જ ભુવા હર્ષ અનિલભાઇ નામના ઉમેદવારનું સિલેક્શન થશે તેવી લેખિત આશંકા વ્યક્ત કરી હતી.
આ ભરતીમાં પારદર્શિતા જળવાતી નથી તેવી અનેક ફરિયાદો બાદ, યુવરાજસિંહ જાડેજા અને જાગળત ઉમેદવાર દ્વારા પરીક્ષા લેવાય તે પહેલા જ શિક્ષણમંત્રી, શિક્ષણ મંત્રાલય (ભારત સરકાર), ઉચ્ચ શિક્ષણ વિભાગ અને UGC ને લેખિતમાં ઈમેલ દ્વારા જાણ કરવામાં આવેલ. આ પત્રોમાં સ્પષ્ટપણે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે પરીક્ષાના પરિણામ અગાઉ જ ભુવા હર્ષ અનિલભાઈ નામના ઉમેદવારનું સિલેક્શન નક્કી હોવાની વિગતો વિભાગને સોંપી હતી.
આજે જ્યારે આ ભરતીનું પરિણામ જાહેર થયું, ત્યારે આヘર્યજનક રીતે (કે કદાચ પૂર્વ આયોજીત રીતે) એ જ ઉમેદવાર ભુવા હર્ષ અનિલભાઇ પસંદગી યાદીમાં પ્રથમ ક્રમે આવ્યા છે.
આ ઘટના સાબિત કરે છે કે વહીવટી તંત્ર અને સંસ્થાના મેનેજમેન્ટે મળીને લાયક ઉમેદવારોનો હક છીનવીને પોતાના માનીતાઓને ગોઠવવાનું પાપ કર્યુ છે. આ કોઇ જયોતિષ વિદ્યા નથી, પણ સિસ્ટમમાં ચાલતા સડેલા સેટિંગનો જીવતો જાગતો પુરાવો છે!.(૨.૨૪)
યુવરાજસિંહ જાડેજાના તીખા સવાલો અને માંગણી
* જ્યારે પરીક્ષા અગાઉ જ નામ જોગ રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે શિક્ષણ વિભાગે ઓબ્ઝર્વર કે તપાસ સમિતિ કેમ ન નિમી?
* શું શિક્ષણમંત્રીશ્રીના વિભાગમાં હવે માત્ર ‘સેટિંગ' કરનારાઓનું જ સ્થાન છે?
* મધ્યમ અને ગરીબ વર્ગનો હોશિયાર વિધાર્થી કયાં સુધી આવી ભ્રષ્ટ વ્યવસ્થાનો ભોગ બનતો રહેશે ?
* હજારો કિલોમીટર મુસાફરી કરીને, રાત-દિવસ મહેનત કરીને પરીક્ષા આપવા આવતા ગરીબ અને મધ્યમ વર્ગના ઉમેદવારોની મહેનતનું મૂલ્ય શું?
૧. ભાયાવદર કોલેજની આ જુનિયર ક્લાર્ક ભરતીને તાત્કાલિક અસરથી ‘‘સ્થગિત'' કરવામાં આવે.
૨. સમગ્ર પ્રક્રિયાની હાઈકોર્ટના સીટિંગ જજ અથવા તટસ્થ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે.
૩. પરીક્ષા અગાઉ જેમના નામ આપ્યા હતા, તેમની અને કોલેજ મેનેજમેન્ટ વચ્ચેના કનેક્શનની તપાસ કરી ફોજદારી નોંધવામાં આવે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
