તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
વડોદરાના પાદરા નજીક મહુવા ચોકડી પર ડમ્પરે બાઈકચાલકને અડફેટે લેતા નિવૃત્ત શિક્ષકને ગંભીર ઇજા
અકસ્માત એટલો ભયાનક હતો કે તેમના બંને પગ ડમ્પરના પૈડાં નીચે કચડાઈ ગયા

વડોદરાના પાદરા નજીક મહુવા ચોકડી પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ડમ્પરે બાઈકચાલકને અડફેટે લેતા નિવૃત્ત શિક્ષક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે તેમના બંને પગ ડમ્પરના પૈડાં નીચે કચડાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સામે આવેલા CCTV વીડિયોમાં ડમ્પરચાલકની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
