<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

સગાઈ રેન્જમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સાગી લાકડાનો જથ્થો ઝડપાયો : કુલ રૂપિયા ૫.૮૨.૬૯૭ ની મુદામાલ જપ્ત કર્યો

બંટાવાડીની સીમ માંથી બોલેરો પીકઅપ ગાડીમાં લઈ જવાતો સાગીનો જથ્થો ઝડપાયો, વાહન સહિત મુદ્દામાલ જપ્ત

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની સગાઈ રેન્જમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગના સ્ટાફે અંગત બાતમીના આધારે કાર્યવાહી કરી સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
   મળતી માહિતી મુજબ, તા. ૦૨/૦૯/૨૦૨૬ના રોજ સગાઈ રેન્જનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી અંગત બાતમીના આધારે બંટાવાડી ગામની સીમ વિસ્તારમાં શંકાસ્પદ બોલેરો પીકઅપ ગાડી નં. GJ-19-Y-0318નો પીછો કરવામાં આવ્યો હતો.
  વન વિભાગના સ્ટાફે ગાડીને રોકી તપાસ કરતાં તેમાં સાગી લાકડાના ચોરસ નંગ-૨૮, કુલ ઘનમીટર ૨.૧૭૦ જેટલો મુદ્દામાલ મળી આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન વાહનના ડ્રાઈવર તરીકે સોમાભાઈ સોનજીભાઈ વસાવા, રહે. કનબુડી, તા. ડેડીયાપાડાને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલ લાકડાનો મુદામાલ રૂપિયા ૧.૩૨.૬૯૭ તેમજ વાહનની કિંમત ૪.૫૦.૦૦૦ મળી કુલ ૫.૮૨.૬૯૭ રૂપિયા નો મુદામાલ અને વાહન જપ્ત કર્યું હોવાની આરએફઓ જે.એ.સોલંકી એ જણાવ્યું છે.
વન વિભાગ દ્વારા સાગી લાકડાનો મુદ્દામાલ તેમજ બોલેરો પીકઅપ વાહન જપ્ત કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે હાલ વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને લાકડું ક્યાંથી લાવવામાં આવ્યું હતું તથા ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
વન વિભાગની કાર્યવાહી બાદ ગેરકાયદે લાકડાની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
આમ  સમાચાર પ્રસિદ્ધ થયા બાદ વન વિભાગ ના અધિકારી જાગ્યા અને સામે થી માહિતી આપી હતી

(10:08 PM IST)