<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

સાબરકાંઠાના પ્રાંતિજમાં બ્રહ્માણી માતાજીના મંદિરેથી ભારે ભીડ સાથે પલ્લી યોજાઈ: શ્રદ્ધાળુઓ દ્વારા શુદ્ધ ઘીનો અભિષેક કરાયો

પલ્લીના દર્શન અને ધાર્મિક વિધિમાં જોડાવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં બ્રહ્માણી માતાજીના મંદિરેથી પરંપરાગત પલ્લીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. વર્ષોની પરંપરા મુજબ યોજાયેલી પલ્લીમાં ભક્તોએ મોટી માત્રામાં શુદ્ધ ઘીનો અભિષેક કરી માતાજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

 ધાર્મિક માન્યતા મુજબ, રૂપાલનાં વરદાયિની માતાજી અને પ્રાંતિજનાં બ્રહ્માણી માતાજી બંને બહેનો છે. આ માન્યતાને પગલે રૂપાલ અને પ્રાંતિજમાં પલ્લી યોજવાની પરંપરા જળવાઈ રહી છે. પલ્લીના દર્શન અને ધાર્મિક વિધિમાં જોડાવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

 

(1:23 PM IST)