News of Wednesday, 24th June 2026
પાટણના સમીના સોનાર ગામની ગૌચરની ખાડીમાં ખાનગી કંપની દ્વારા ખુલ્લેઆમ ઝેરી કેમિકલ ઠાલવવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ
કેમિકલ એટલું ખતરનાક છે કે ખાડીનું પાણી જોતજોતામાં ગુલાબી રંગનું થઈ ગયું અને હવામાં એવી તીવ્ર દુર્ગંધ ફેલાઈ કે સ્થાનિક ગ્રામજનોને શ્વાસ લેવામાં પણ તકલીફ

પાટણના સમી તાલુકાના સોનાર ગામની સીમમાં કેમિકલ માફિયાઓનો આતંક જોવા મળ્યો છે.સોનાર ગામની ગૌચરની ખાડીમાં એક ખાનગી કંપની દ્વારા ખુલ્લેઆમ ઝેરી કેમિકલ ઠાલવવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.આ કેમિકલ એટલું ખતરનાક છે કે ખાડીનું પાણી જોતજોતામાં ગુલાબી રંગનું થઈ ગયું છે અને હવામાં એવી તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે કે સ્થાનિક ગ્રામજનોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.ઘટનાની ગંભીરતાને જોતાં GPCB, SDM અને મામલતદાર સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. જ્યાં તેમને ગ્રામજનોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો છે
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
